મૃગજળ સાથે ની વાતો-૭

વિચારોનું વમળ એક હદ સુધી જ લાભ આપે છે. એ હદ પૂરી થયા પછી એ વમળ જેમ દરિયા ના જહાજ ના એક એક ખીલ્લાં ને છૂટા પાડે, એમ માણસના દિલ ના એક-એક પડ ને છૂટું પાડી દે છે. એ અવસ્થા આમે Black Hole ની Singularity જેવી હોય છે. જેમાં એક પણ આયામ (dimension) નું અસ્તિત્વ જ ના રહે, અને દરેક વસ્તુ એમાં ભળી જાય. એમાં તો પ્રકાશ પણ બાકાત નથી રહેતો.

એલાવ load ના લેતા. વાર્તા જ ચાલે છે, પણ આ તો થોડું physics વાંચ્યું એટલે સપ્પાઈ મારતો હતો.😂

Harshita એ એનું છેલ્લું drawing બનાવ્યું અને pencil બાજુમાં મૂકી. ધીમે પગલે ચાલીને એની balcony માં ઉભી રહી. હજુ 2 hours પહેલા જ એનો જૂનો આશિક એક વસ્તુ confess કરી ને બેઠો હતો. એણે ઉંડો શ્વાસ લીધો.

અસ્તવ્યસ્ત વાદળો ને જોતી ઊભી રહી. રાતના 12 વાગી રહ્યા હતા, પણ કેમએ કરી ને એને ઉંઘ નહતી આવતી. બીજા દિવસે એના project નું presentation હતું,પણ એ વિચારો ની અંદર જ અટવાઈ રહી હતી. મન જ્યારે દ્વંદ્વ કરે ને ત્યારે ભલે કોઈ પણ એક ભાગ જીતે પણ વાગ્યા નો દુખાવો આખા શરીરમાં ફેલાય છે.

એને સમજાયું ન હતું કે, કેમ‌ કરી ને આ વસ્તુઓ ને મન પર હાવી ન થાવા દેવી. Harsh જેટલી પણ વખતે વાત કરવા આવતો હતો ત્યારે એને ગમતું હતું,પણ એને અાવું confession કરશે એવો‌ અંદાજ ન હતો. એને દરેક મોમેન્ટ યાદ આવતી હતી. કે કયી રીતે Harsh એ વાતો ને આ turning point પર લાવી ને મૂકી હતી.

Harshita અંદર આવી અને બેડ પર લંબાવ્યું કે ચાલો સૂવા નો પ્રયત્ન તો કરીએ. એને MSG ની અંદર થયેલી વાતો યાદ આવતી હતી.કેટલી સહેલાઈથી આ conversation ચાલુ કર્યું હતું. મને સ્વપ્નેય ખ્યાલ નહોતો કે આ વાતો એક આવા મોડ પર આવી ને ઉભી રહેશે. Harshita એ આંખો બંધ કરી અને બધા વિચારો ને side માં મૂકી ને સૂઇ ગયી.

Harsh અલગ જ mood માં ફરતો હતો. જગજીત સિંઘ અને મનહર ઉધાસ ની ગઝલો ચાલુ કરી ને બેઠો હતો. જેમાં જુઓ લીલા કોલેજ જાય છે.એ ગીત આવતા તો ભાઈ ને પાનો ચઢી ગયો અને રાગડા તાણી ને ગાવા લાગ્યો.😂

ત્યારે જ બાપા આવ્યા બાજુના room માંથી અને થોડો ઘચકાવ્યો.

એલા રાત ના એક વાગે કંઈ રાગડા તાણે છે. સૂઈ જાને ભલા માણસ. તો Harsh એ કીધું કે ‘ન સમજાઈ એવી કલા થયી રહી છે જુઓ પપ્પા લીલા કોલેજમાં જઇ રહી છે” 😂😂

બાપા એ લમણે હાથ દઈને કીધુ કે ભાઈ તું હાથમાંથી જઈ રહ્યો છે હવે. લીલી ને લીલા માં ખોવાઈ ન જાતો. પપ્પાએ પણ room નો દરવાજો બંધ કરી ને સૂવા ચાલ્યા ગયા કે આનું તો ખસકેલુ જ છે.

Harsh પાછો જતો‌ રહ્યો ભૂતકાળમાં. એને આ rollar coaster ની ride બહુ જ ગમતી. કેમકે એમની school ની અંદર રોજે રોજ પાટલી બદલાઈ જાતી અને દરેક અઠવાડિયે વિભાગ બદલાતો.

(English medium વાળાઓને નહીં ખબર પડે.)😂

એટલે એમાં chance મળે કે તમને જે ગમતી છોકરી હોય એ તમારી પાટલીની વધારે નજીક આવે. Harsh દર વેળા એ calculation મારતો કે કયા દિવસે Harshita એની પાટલી ની સૌથી નજીક હશે. જે દિવસે એ નજીક બેસે એ‌ દહાડે તો‌ ભાઈ ના પંખા જ fast થયી જતાં. Teacher પૂછે એનો જવાબ પણ ready હોય અને homework પણ. એટલા calculation એણે ગણિત માં લગાવી દીધા હોત તો ક્યાંક સારી જગા‌ એ પહોંચતો.😂

પણ એ ઉંમર જ મુગ્ધતા ની હતી. એ વખતે દુનિયાદારી કરતા જો school પર terrorist attack કે પછી ગુંડા હમલો કરે તો Harshita ને કેવી રીતે બચાવવી એના તરંગી વિચાર આવતા હતા. કોઈક એવી વસ્તુ કરીએ કે આખા class માં છાકો પડે પણ Harsh કાંઈ પણ ન હતો કરી શકતો. કેમકે ક્યાં તમે હોશિયાર હોવ અથવા તો extrovert તો મેળ પડે. Harsh ને માટે એ બેઉ વસ્તુ અશક્ય હતી.

ત્યારે જ Harsh ને એક silly incident યાદ આવી ગયો. પાટલી બદલતા-બદલતા એક દિવસ Harshita એની પાટલીથી એકદમ નજીક આવી હતી. School ની અંદર patriotism ના અંતર્ગત રાષ્ટ્રગીત ગાવાની પરંપરા હતી. દરરોજ રાષ્ટ્રીય ગીત પહેલા અમને જમીન પર જવાનો ની જેમ પગ પછાડીને salute આપવાની ટેવ પડી હતી. એમાં જ Harshita નજીક હતી એટલે ભાઈ એ પૂરી તાકાતથી પગ પછાડ્યો. Harshita ને ખબર તો પડી નહી પણ Harsh નો પગ પાટલી ના નીચે ના ભાગે જોર થી અથડાયો અને એને વાગ્યું બરાબર નું. કલર મારવા જતા એનો જ કલર થયી ગયો હતો.😂😂😂😂

એ‌ દિવસ ને આ જ ની ઘડી ભાઈએ એટલી જોરથી કદી પગ નથી પછાડ્યો.

આવી જ ખાટીમીઠી પળોને માણી ને Harsh સૂવા જતો રહ્યો.

****

Harshita બીજે દિવસે એ તૈયાર થયી ને વહેલા નીકળી ગયી. કેમકે એનું presentation હતું અને એણે project માટે ખૂબ જ તૈયારી કરી હતી. રાતના વિચાર ને તો એણે ભીના વાળ સૂકવતી વખતે રૂમાલથી ઝાટકી ને પાણી ની સાથે જ કાઢી મૂક્યા હતા. છતાં એના મનની અંદર એક અજીબ પ્રકારની ટીસ ઉઠી હતી. કેમએ કરી ને તે કોઈ ને પણ એના મન ની અંદર હાવી નહતી થવા દેતી ,પણ આજે મામલો કાંઈક અલગ હતો.

Presentation તો સારું રહ્યું હતું. Panel એના effort ને બિરદાવ્યા હતાં. Harshita ને પણ એના જ presentation ની અંદર કાંઈક ખૂટતુ લાગતું હતું. એને સમજાયું નહીં. ઘરે Activa પર પાછા આવતી વખતે એ ફરીથી એ જ signal પર આવી ને ઉભી રહી. 😅

એના મનમાં ફરીથી એ દિવસ તાજો થયી ગયો. કે આ એજ incident છે.જેનાં થકી એણે હાથ ઉંચો કર્યો અને આખા conversation ને એક અણધાર્યા વળાંક પર લઈ આવ્યા. એને થયું કે ચાલો ને ઠીક છે.હવે એણે વાત જ તો મૂકી છે અને એમાં ખોટું શું છે. Harshita ઘણી વખતે એના મન ને બાજુ પર મૂકી ને એક clear view લેતી હતી. એણે signal ખુલતા ની સાથે જ Activa ભગાવી મૂકી.

Harsh હવે થોડો હવામાં ઉડતો હતો. Harshita ની દરેક story પર રીપ્લાય આપતો રહેતો. આમે એને લપ કરવાની ટેવ હતી અને એ અપેક્ષા ના બાહુપાશ માં જકડાઈ ગયો હતો. Harshita ને અમુક વખત અકળામણ થતી પણ એણે કદી પણ Harsh નું મોઢું બગડી જાય એવા reply નહતા આપ્યા. એ Harsh ને ઓળખતી હતી કે એને વાતો કરવી ગમે છે,અને સમય મર્યાદા નું ભાન થતા વાર લાગે છે. છતાં પણ Harshita એ સહન કરે રાખ્યું કે friend છે. વધુ પડતી ચાસણી પણ ક્યારેક મોઢું ભાંગી જાય છે. એમની વાત હવે એ મુકામે પહોંચવા આવી હતી.

Harsh ને મને એ વસ્તુ કદી વિચાર કરી જ ન હતી. એને ફ્ક્ત એ વિચાર જ આવતો હતો કે એને જે છોકરી બાળપણથી ગમી હતી એની સાથે એની આટલી બધી frequency match થાય છે. એટલે એના મનમાં કોઈ પણ અપરાધ ભાવ ન હતો‌ પણ‌ એક નાનકડા ‌છોકરા જેવી જીદ હતી અને આટલું બધું વાંચ્યા અને સમજ્યા છતાં પણ એ ભૂલ કરી રહ્યો હતો.

*****

Harshita એ post મૂકી હશે. Harsh એ તરત જ જોઈને reply આપ્યો.

HarshitaHarsh નો મેસેજ seen કરી ને મૂકી દીધો અને એના કામ પર લાગી ગયી. Harsh ને ચચરાટ થયો કે reply કેમ ના આપે.

એણે સળી કરતો બીજો મેસેજ કર્યો કે કેમ હવે વાત નથી કરવી કે શું ?

(Harshita– હવે Harshita ના મગજ નો બાટલો ફાટ્યો હતો. એણે નક્કી કર્યું હતું કે હવે આ ગયો આજે તો)

Harshita– તો તું પણ reply ના કર ને. બહુ તો શું થાશે? તું મેસેજ વાંચી ને મૂકી દે મને ખોટું નહીં લાગે.😏

(Harsh– આજે કેમ આ ઉટપટાંગ વાતો કરે છે. Harsh આટલે થી સમજ્યો નહીં અને એણે આગ માં ઘી નાખ્યું)

Harsh– એમ નહીં પણ કરાય reply સામે. એમાં કેની મોઢા ચઢાવી લે છે.

Harshita– એવું જ હોય તો પેલી બીજી જે ગમતી હતી એની સાથે વાત કર ને. જવાબ એ આપશે અને વાતો પણ થશે.

Harsh– એ નહીં ગમતી પણ મને.

Harshita– Hmm

Harsh– આ word type ના કર મને irritation થાય છે.

Harshita– તારે વાતો પણ કરવી છે અને footage પણ જોઈએ છે.

(Harsh– હવે પાણી માથા પરથી જાય છે. વાત મૂક હવે તું.)

Harsh– હા બસ હવે નહીં કરું.

Harshita– ના ના એવું નથી. Normal behaviour રાખ ને.

Harsh– 🙁

Harshita– ખરેખર તું normal behaviour કરે છે.

(Harsh– એને અચાનક જ light થયી. કે સાલું આ તો વાતો કરવા માં લોચો લાગ્યો છે. મેં એનું schedule જોયા વગર બહું હેરાન કરી)

Harsh– અરે એવું નથી યાર.

Harshita– બસ હવે નાટક ના કર. આટલું તો મને મારો Boyfriend પણ હેરાન કરે ને તો ના ગમે.

Harsh– હા‌ હવે મૂક તું આ વાત ને. ભૂલ હતી મને સમજાઈ ગયી છે.

Harshita– સમજાવી જ જોઈએ ને. કરો તો accept પણ કરો.

(Harsh– એના મગજ ની અંદર તાંડવ મચેલુ હતું. એ damage control નો માસ્ટર ન‌ હતો. ક્યારેય પણ એને અનુભવ પવન ના ઝોક નો ન હતો અને અહીં આખું વાવાઝોડું ફૂંકાયું હતું)

Harsh– મૂકીએ હવે આ topic.

Harshita– Hmm

Harsh– આ વર્ડ ના લખ ને. એક વાર કહ્યું તે ખબર નહીં પડતી.

Harshita– Keyboard પર ટાઈપ પણ નથી થતું એટલી થાકેલી છું.

Harsh– ઠીક છે સૂઈ જા. હવે થી મેસેજ નહીં આવે.

Harshita– Thank You.😊

*****

Harsh એના હીંચકા પર બેસી ને જૂની Chat વાંચી રહ્યો હતો. એને સમજાયું નહીં કે સાલું મેં ક્યાં ખોટું કર્યું તો Harshita આટલી બધી ગુસ્સે થઈ ગયી. આમે વસ્તુઓ ને સમજવા માં એને વાર લાગતી અને especially જ્યારે એની ગમતી‌ વસ્તુ હોય.

Harsh રાત ના 12 વાગે હીંચકા પર બેઠાં બેઠાં વિચાર કરી રહ્યો હતો. એને ધીમે ધીમે આખો scenario સમજાઈ રહ્યો હતો. એનું દર વખતે એને મેસેજ કરશો. એની દરેક story પર કરવામાં આવેલા reply. અમુક point પર Harshita ચીડાઈ હોય પણ Harsh એની જ ધૂન ની અંદર મેસેજ મોકલતો રહેતો. જે વસ્તુ એને મહિના પહેલા સમજવા ની હતી. એ હવે એનાં દિમાગ માં આવી રહી હતી. એને પોતાની જાત પર જ‌ ગુસ્સો અાવ્યો કે ક્યાં ગયું તારુ જ્ઞાન. બહું મોટી human psychology ની ફીશીયારી મારતો હતો ને. જાણે લોકો ના મન ને સમજી લેતો‌ હતો. જરાક friendly શું થયી તું તો માલિકી ભાવ જતાવવા મંડ્યો.

જારાક બહાર આવી જા આ illusion ની અંદરથી.

*****

વાંક આમ જોવા જઈએ તો Harsh નો ન હતો. આખી દુનિયા પર પોતાની instinct લગાવી ને observation લેવા વાળો માણસ એમ કેમ થાપ ખાઈ જાય. કેમકે એનો પનારો એની જૂની ચાહત સાથે હતો. ચાહત તમારા મન ને ક્યારેય તર્ક ન લગાવા દે. એની સાથે પણ એવું જ થયું હતું.

એના readings અને observation બધા જ ખોટા પડ્યા હતા. આજે બે મહિના જેટલો સમયગાળો પૂરો થયો હતો. એ દિવસ પછી ક્યારેય Harsh એ મેસેજ ન હતો કર્યો ‌અને ના તો Harshita નો રીપ્લાય આવ્યો હતો. એ જાણે એમની philosophy and Sarcasm નો અંત હતો. બન્ને જણા એકબીજાની stories જોતા અને પોસ્ટ લાઈક કરતા પણ વાતચીત નો સેતુ બંધ કરી નાખ્યો હતો.

Harsh ની આંખ દરેક signal અને મંદિર માં કોઈક ને ગોતતી હતી કે કદાચ મળી જાય તો‌ એને કહી શકાય કે આ virtual media ના આડંબર થી ઉપર પણ એક Harsh છે. હર વખતે એને નિરાશા મળતી હતી.

ક્યારેક એ મહાદેવ એ જયી ને એ જ થાંભલા પર બેસી ને કહેતો કે ભગવાન કેમ‌ રમત રમ્યા મારી‌ જોડે. ભૂતકાળ ને વર્તમાન બનાવી ને કેમ સારા‌ ભવિષ્ય ની કલ્પના કરવામાં મજબૂર કર્યો. તમને તો બધી ખબર છે. છતાં પણ‌ આમ કર્યું. ભગવાન ‌તો‌ શું જવાબ આપે. Harsh સાથે અણધારી ઘટના બની જ જાતી હતી. એને હવે નિયતી ના‌ ખેલ સમજાઈ નહતા રહ્યાં.

અને એક ઘટના એ ગજબ નો ફેરફાર ‌લાવી દીધો.

Harsh સવાર ના પહોર માં નીકળ્યો હતો એનું Activa લયી ને કે થોડા કામ પતાવી નાખીએ.

એણે Activa ને રામબાગ આગળ વાળ્યું અને વળાંક પર અવી ને petrol pump પાસે ગયો.એને એમ કે હાલો ને પૂરાવી દઈએ સવારે ભીડ નહીં હોય. ત્યારે જ એની આગળ બે છોકરીઓ એક Activa પર થી ઉતરી અને આગળ વાળી નો અવાજ આવ્યો.

કાકા 200 નું કરી દો.

Harsh એ નજર નાખી અને જેને એ જોવા માંગતો હતો એ એની નજર સમક્ષ ઉભી રહી હતી. SIDE STAND લગાવી ને Harshita એની friend જોડે વાત કરવા નજર ફેરવી ત્યાં ‌તો‌ એ પણ યંત્રવત બની ગયી. Social media પર bold રીપ્લાય આપતી એ આંગળી ઓની જગ્યાએ Harsh ને ફરીથી એની school માં જોયેલી નમણી આંખો યાદ આવી ગયી. Harsh ને તો‌ તત્પુરતી ખબર એ ન પડી કે હાય કરું કે smile આપુ.

Harsh બોલ્યો નહિ કમકે એનો‌ અવાજ ઘેરો થયો હોય એવું એને લાગ્યું હતું. એને અચાનક જ આંખ ના ખૂણે ભાર લાગ્યો. ગળામાં ડૂમો ભરાઈ આવ્યો અને એક આંસુ એના ગાલ પરથી ટપકી પડ્યું. એ હલી ગયો હતો. કેમકે જેને આટલા વર્ષો થી ચાહતા હોય અને એ વ્યક્તિ સાથે તમારો‌ eye contact થાય ત્યારે કદાચ તમે હલી જ જાઓ.Harshita જેવી આગળ આવવા નો પ્રયત્ન કર્યો એટલામાં તો Harsh Activa ચલાવી ને ત્યાં થી જતો જ‌ રહ્યો.

Harshita થોડી‌ થોથવાઈ ગયી.એની friend જોડે હતી એટલે એણે topic ના છેડ્યો. એના મન માંથી Harsh ની આંખો અને એની નજર હટતી ન હતી. જાણે સ્થિતપ્રજ્ઞ અને આતુરતા એકજ સાથે face માં દેખાય છે. Harshita ને એક અજીબ પ્રકારની ટીસ ઉઠી કે આ કેમ ઉભો ન રહ્યો. આંખ માં નમી આવી ગયી એવું પણ લાગ્યું હતું એને પણ એ sure ન હતી.

આ બાજુ Harsh ઘરમાં આવ્યો અને સીધો room માં જતો રહ્યો. એને સમજાયું નહીં કે ત્યાં થી નીકળી જવું એ બરાબર હતું કે નહીં. એને ‌ખબર‌ જ ના પડી કે આંખ માં નમી કેમની આવી ગયી. મન એનું અશાંત થઈ ને information નું overloading કરવા લાગ્યું હતું.

એને લાગણીઓ માં ડૂબી જવું પસંદ ન હતું પણ એ ભવસાગર તરી જવામાં રસ હતો. એને ખબર પડી ગયી હતી કે જો‌ હવે એ કાતર નહીં ફેરવી દે ને તો ક્યારેક આમાં થી બહાર નહીં આવી શકે. Harshita ને પણ દુઃખ થયું હતું કે આ પળોજણ માં એક દોસ્ત ગુમાવ્યો. હું એને આરામથી સમજાવી શકતી હતી પણ મે એને ધુત્કારી નાખ્યો.

Harsh અને Harshita આમ‌ જ મળ્યા વગર જ છૂટાં થયા. Wait ભેગા હતા જ ક્યારે.

*******

Game of Thrones ની season 8 ના લાસ્ટ episode ની અંદર Tyrion Lannister હાથમાં હાથકડી પહેરી ને એક મસ્ત વાત કહે‌ છે.

What Unites the People?

Armies

Gold

Flags

No.

Stories!!!!

આ dialogue મારે માટે જીવનની philosophy છે. વાર્તા ની અંદર જ એક તાકાત હોય છે.જે બધા ને ભેગા કરે છે. તમને શું લાગે છે. Harsh અને Harshita કોણ છે. એ દરેક જણ Harsh છે જે એમની જૂની ચાહત ને કહેવાની હામ ધરાવે છે.

આ મારી વાર્તા છે જ નહીં. આ એવા દરેક લોકો ની છે જે એમની ચાહત સુધી ન પહોંચી શક્યા. હવે વધારે કહેવાય એવું લાગતું નથી.

પણ જય વસાવડા ની એક વાત યાદ રાખજો કે જો એક વાર્તા પતશે નહીં તો નવી ચાલું કઈ રીતે કરશો.

મને આ વાર્તા લખવા ની પ્રેરણા ચાસણી movie જોતા જોતા આવી હતી અને અંકિત દેસાઈ ની એક book છે digitally Yours એણે પણ મને બળ પૂરું પાડ્યું હતું.

અને specially thanks to Harshita કે જેણે મને મદદ કરી.😉

હવે એક આડ‌વાત. જો વાર્તા ગમી જ હોય તો Share કરજો.

The End.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s